Jump to Content

ફૅમિલી ગ્રૂપ વડે તમારા કુટુંબને જોડાયેલું રાખો

તમને ગમતી પ્રોડક્ટ તમને ગમતા લોકો સાથે શેર કરો. પાયાના ડિજિટલ નિયમો સેટ કરો, તમારા કુટુંબને મનોરંજન કરાવો અને સમગ્ર Google પરની તમારી પ્રોડક્ટ અને સબ્સ્ક્રિપ્શનનો વધુ લાભ મેળવો.
વૈવિધ્યસભર ફૅમિલી ગ્રૂપનું ઉદાહરણ

શરૂ કરવું સરળ છે

કૌટુંબિક ગ્રૂપના મેનેજરના ફૅમિલી ગ્રૂપનો વ્યૂ
બસ વધુમાં વધુ 6 સભ્ય ધરાવતું ફૅમિલી ગ્રૂપ બનાવો. તમને ગમતા લોકોને આમંત્રિત કરો અને તમે સમગ્ર Google પર શું શેર કરો તે પસંદ કરો.

ફૅમિલી ગ્રૂપ વડે Googleમાંથી વધુ લાભ મેળવો

ડિજિટલ વસ્તુઓના યોગ્ય ઉપયોગની આદતો કેળવો

ફૅમિલી ગ્રૂપ તમારા બાળકોને ઑનલાઇન ભણવા, રમવા અને શોધવામાં માર્ગદર્શન આપવામાં તમારી સહાય કરે છે.

બાળકના સ્થાનનો માતાપિતાને દેખાતો વ્યૂ અને તે દિવસનો સ્ક્રીન સમય

સામાન્ય પ્રશ્નો

ફૅમિલી ગ્રૂપ કેવી રીતે કામ કરે છે?

જ્યારે તમે ફૅમિલી ગ્રૂપ બનાવો ત્યારે તમે કૌટુંબિક ગ્રૂપના મેનેજર બનો છો. આનો અર્થ એ થાય કે તમે અન્ય 5 લોકોને જોડાવા માટે આમંત્રિત કરી શકો છો અને જો તેઓ તમારું આમંત્રણ સ્વીકારશે, તો તેમને તમારા ફૅમિલી ગ્રૂપમાં ઉમેરવામાં આવશે. કૌટુંબિક ગ્રૂપના મેનેજર કોઈપણ સમયે ગ્રૂપ ડિલીટ કરી, લોકોને આમંત્રિત કરી અથવા સભ્યોને કાઢી નાખી શકે છે. હમણાં જ તમારું ફૅમિલી ગ્રૂપ બનાવીને શરૂઆત કરો.

ફૅમિલી ગ્રૂપ બનાવવા કે તેમાં જોડાવા માટે કેટલો ખર્ચ થાય છે?

ફૅમિલી ગ્રૂપ બનાવવા કે તેમાં જોડાવા માટે સશુલ્ક મેમ્બરશિપ કે સબ્સ્ક્રિપ્શનની જરૂર નથી. ફૅમિલી ગ્રૂપનો ઉપયોગ કરીને તમે અને તમારા ફૅમિલી ગ્રૂપના સભ્યો પહેલેથી ઉપયોગ કરતા હો એવી Google પ્રોડક્ટથી વધુ લાભ મેળવી શકો છો. કેટલીક Google પ્રોડક્ટમાં પ્રીમિયમ સેવાઓ માટે કૌટુંબિક પ્લાનના સબ્સ્ક્રિપ્શન ખરીદવા જરૂરી છે.

હું ફૅમિલી ગ્રૂપમાં શું શેર કરી શકું?

તમે એકવાર ફૅમિલી ગ્રૂપ બનાવી લો, તે પછી તમને Google ઍપ અને સેવાઓની એક સૂચિ દેખાશે જેમાંથી કૌટુંબિક ગ્રૂપના મેનેજર કુટુંબ સાથે શેર કરવાની ઍપ અને સેવાઓ પસંદ કરી શકશે.

મારા ફૅમિલી ગ્રૂપમાં બાળકો છે. તેમનું નિરીક્ષણ કેવી રીતે કરવામાં આવે છે?

કૌટુંબિક ગ્રૂપના મેનેજર ફૅમિલી ગ્રૂપમાં હોય તેવા નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ માટે તેમના માતાપિતાના યોગ્ય નિયંત્રણોને મેનેજ કરી શકે છે. કૌટુંબિક ગ્રૂપના મેનેજર અન્ય માતાપિતાને નિરીક્ષણ હેઠળનું એકાઉન્ટ મેનેજ કરવામાં સહાય માટે માતાપિતા માટેની અન્ય પરવાનગીઓ આપી શકે છે.

શું આમાં કોઈ પ્રતિબંધ કે આવશ્યકતા છે?

ફૅમિલી ગ્રૂપ બનાવવા માટે તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ (અથવા તમારા દેશમાં સંમતિ આપવાની લાગુ ઉંમર) હોવી જોઈએ. તમારા ફૅમિલી ગ્રૂપમાં જોડાવા માટે, તમે જેમને આમંત્રિત કરો છો તે લોકો Google એકાઉન્ટ ધરાવતા હોવા જોઈએ. લોકો એકવારમાં માત્ર એક જ ફૅમિલી ગ્રૂપમાં જોડાઈ શકે છે અને તેઓ 12 મહિને માત્ર એક જ વખત બીજા ફૅમિલી ગ્રૂપમાં સ્વિચ કરી શકે છે.

શું ફૅમિલી ગ્રૂપ અને Family Link પરસ્પર સંબંધિત છે?

ફૅમિલી ગ્રૂપ અને Family Link એ બે અલગ-અલગ સેવાઓ છે જે સાથે મળીને કામ કરી શકે છે. ફૅમિલી ગ્રૂપ વડે તમે YouTube, Play કૌટુંબિક લાઇબ્રેરી, Google Assistant વગેરે જેવી તમારી મનપસંદ ઍપ અને સેવાઓ શેર કરી શકો છો.

જ્યારે તમે તમારા ફૅમિલી ગ્રૂપમાં બાળક માટે કોઈ એકાઉન્ટ બનાવો, ત્યારે Family Linkની વાત આવે છે. Family Linkનો ઉપયોગ કરીને તમે તમારા બાળકના એકાઉન્ટ માટે કન્ટેન્ટ પ્રતિબંધિત કરવું, ઍપ ડાઉનલોડ અને તેની ખરીદી કરવાની મંજૂરી આપવી, સ્ક્રીન સમય સેટ કરવો વગેરે જેવા પાયાના ડિજિટલ નિયમો સેટ કરી શકો છો. Family Link વિશે વધુ જાણો.

હું ક્યાંથી વધુ જાણી શકું?

ફૅમિલી ગ્રૂપ કેવી રીતે કામ કરે છે, તમે અને તમારા કુટુંબના સભ્યો શું શેર કરી શકે અને અન્ય વિગતો વિશે વધુ માહિતી માટે, કુટુંબ માટે Google સહાયતા કેન્દ્રની મુલાકાત લો.

બધા સ્થાનોમાં બધી પ્રોડક્ટ કે બધી સુવિધાઓ ઉપલબ્ધ હોઈ શકે નહીં.