6-8 વર્ષના માટે
9-12 વર્ષના માટે
13-17 વર્ષના માટે

Google પર તમારી પ્રાઇવસી વિશે જાણવા માગો છો?

તમે એકદમ યોગ્ય સ્થાન પર આવ્યા છો! બાળકો દ્વારા સૌથી વધુ વાર પૂછવામાં આવ્યા હોય એવા પ્રશ્નો વાંચો, જેમ કે તમારા માતાપિતા Googleની સેવાઓનો ઉપયોગ કરવામાં તમારી સહાય કેવી રીતે કરી શકે છે, Google કઈ માહિતીનો ઉપયોગ કરે છે, વગેરે.

માતાપિતા, 13 વર્ષ કરતાં નાની ઉંમર (અથવા તમારા દેશમાં લાગુ હોય તે ઉંમર)ના બાળકોના Family Link વડે મેનેજ કરવામાં આવતા Google એકાઉન્ટ પર જ આ માહિતી લાગુ થાય છે. વધુ માહિતી માટે, અમારી પ્રાઇવસી નોટિસ અને પ્રાઇવસી પૉલિસી જુઓ.

મારા એકાઉન્ટના નિયંત્રક કોણ છે?

તમારા માતાપિતા પાસે તમારા Google એકાઉન્ટનું નિયંત્રણ છે. તેઓ તેને મેનેજ કરવામાં સહાય માટે Family Link નામની ઍપનો ઉપયોગ કરી શકે છે. તમે પુખ્ત વયના થઈ જાઓ, પછી તમારા એકાઉન્ટનું નિયંત્રણ મેળવી શકો છો.

તમારા માતાપિતા આ બધી વસ્તુઓ કરી શકે છે:

  • તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરી શકે છે, તમારા એકાઉન્ટનો પાસવર્ડ બદલી શકે છે અથવા તમારું એકાઉન્ટ ડિલીટ કરી શકે છે.
  • તમારો ફોન અથવા ટૅબ્લેટ લૉક કરી શકે છે.
  • તમારો ફોન અથવા ટૅબ્લેટ ક્યાં છે તે જોઈ શકે છે.
  • તમે કઈ ઍપનો ઉપયોગ કરી શકો છો તે પસંદ કરી શકે છે.
  • તમે તમારી ઍપનો ઉપયોગ કેટલા લાંબા સમય સુધી કરો છો તે જોઈ શકે છે.
  • Google Search, YouTube અથવા Google Play જેવી કેટલીક Google ઍપમાં તમે જે જુઓ છો, તે વસ્તુઓમાં ફેરફાર કરી શકે છે.
  • તમારા ઍક્ટિવિટી કન્ટ્રોલ પસંદ કરી શકે છે. (આ સેટિંગ Google વડે તમે જે કંઈ કરો છો, તેના વિશેની માહિતી સાચવે છે.)
  • તમારી ઍપ માટે સેટિંગ અને પરવાનગીઓ પસંદ કરી શકે છે.
  • તમારા એકાઉન્ટ માટે નામ, જન્મદિવસ અને અન્ય માહિતી પસંદ કરી શકે છે.
  • Google Play જેવી કેટલીક Google પ્રોડક્ટમાંથી તમે શું ડાઉનલોડ કરી શકો છો અથવા શું ખરીદી શકો છો તે પસંદ કરી શકે છે.

Google મારી માહિતીનો ઉપયોગ કેવી રીતે અને શા માટે કરે છે?

તમે અથવા તમારા માતાપિતા અમને આપો છો, તે માહિતી અમે સાચવી શકીએ છીએ, જેમ કે તમારું નામ અને જન્મદિવસ. તમે અમારી ઍપ અને સાઇટનો ઉપયોગ કરતા હો, ત્યારે મળતી માહિતી પણ અમે સાચવીએ છીએ. આ માહિતીને સલામત રાખવા માટે અમે સખત મહેનત કરીએ છીએ અને વિવિધ કારણોસર અમે તેનો ઉપયોગ કરીએ છીએ — જેમ કે Googleની ઍપ અને સાઇટને વધુ ઉપયોગી બનાવવા.

વધુ કયા કારણોસર અમે તમારી માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ, તેના વિશે તમારા માતાપિતાની સહાયથી વધુ જાણો:

  • અમારી ઍપ અને સાઇટને સારી રીતે કામ કરે તેવી બનાવવા: ઉદાહરણ તરીકે, જો તમે Google Search પર "ગલુડિયાં" શોધો છો, તો અમે તમારી માહિતીનો ઉપયોગ તમને ગલુડિયાં વિશેની વસ્તુઓ બતાવવા માટે કરીએ છીએ.
  • અમારી ઍપ અને સાઇટને બહેતર બનાવવા: ઉદાહરણ તરીકે, જો કોઈ સમસ્યા આવે, તો તેનું નિરાકરણ કરવા માટે અમે માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ.
  • Google, અમારા વપરાશકર્તાઓ અને જાહેર જનતાનું રક્ષણ કરવા: અમે લોકોને ઑનલાઇન વધુ સલામત રાખવા માટે માહિતીનો ઉપયોગ કરીએ છીએ.
  • નવી ઍપ અને સાઇટ બનાવવા: અમે લોકોની સુવિધા અનુસાર નવી Google વસ્તુઓ બનાવી શકીએ એ માટે જરૂરી વિચારો મેળવવા, તેઓ અમારી વર્તમાન ઍપ અને સાઇટનો ઉપયોગ કેવી રીતે કરે છે, તે જાણીએ છીએ.
  • તમને પસંદ આવી શકે એવી વસ્તુઓ બતાવવા: ઉદાહરણ તરીકે, જો તમને YouTube Kids પર પ્રાણીઓના વીડિયો જોવા ગમતા હોય, તો અમે એવા જ અન્ય ઘણા વીડિયો તમને બતાવી શકીએ છીએ.
  • તમે જેના પર છો તે સાઇટ જેવી વસ્તુઓના આધારે તમને જાહેરાતો બતાવવા.
  • તમારી સાથે સંદેશવ્યવહાર કરવા: ઉદાહરણ તરીકે, તમને સંદેશ મોકલવા માટે અમે તમારા ઇમેઇલ ઍડ્રેસનો ઉપયોગ કરી શકીએ છીએ. તમે જાણતા ન હો એવી કોઈ વ્યક્તિના સંદેશા ખોલતા પહેલાં હંમેશાં તમારા માતાપિતાને પૂછો.

શું સાચવવું તે હું Googleને કહી શકું કે?

હા, અમે તમારા વિશે સાચવીએ છીએ, એવી કેટલીક વસ્તુઓમાં તમે ફેરફાર કરી શકો છો. જો તમે ઍક્ટિવિટી કન્ટ્રોલ જેવા તમારા કેટલાક પ્રાઇવસી સેટિંગમાં ફેરફારો કરશો, તો અમે તમારા માતાપિતાને તેની જાણ કરીશું. તેઓ તમારા સેટિંગમાં ફેરફાર કરવામાં પણ સહાય કરી શકે છે.

તમે અને તમારા માતાપિતા હંમેશાં તમારી અને તમારા Google એકાઉન્ટ વિશેની કેટલીક માહિતી જોઈ અને મેનેજ કરી શકો છો.

શું Google મારી વ્યક્તિગત માહિતી ક્યારેય અન્ય લોકો સાથે શેર કરી શકે છે?

અમે કેટલાક કારણોસર તમારા નામ જેવી તમારી વ્યક્તિગત માહિતી Googleની બહાર શેર કરી શકીએ છીએ. જો અમે આ માહિતી શેર કરીએ, તો તે સુરક્ષિત રહે તેની ખાતરી કરવા માટે અમે જરૂરી પગલાં લઈએ છીએ.

અમે અમુક વ્યક્તિગત માહિતી શેર કરી શકીએ છીએ:

  • Google પર તમારા માતાપિતા અને ફૅમિલી ગ્રૂપ સાથે
  • અમે કામ કરીએ છીએ તે કંપનીઓ સાથે
  • જ્યારે તમારા માતાપિતા અમને જણાવે કે માહિતી શેર કરવામાં કોઈ વાંધો નથી ત્યારે
  • જ્યારે અમને કાનૂની કારણોસર જરૂરી જણાય ત્યારે

હું ઑનલાઇન જે શેર કરું છું, તે બીજું કોણ જોઈ શકે છે?

ઇમેઇલ અથવા ફોટા જેવી તમે ઑનલાઇન શેર કરો તે કોઈપણ વસ્તુ અનેક લોકો જોઈ શકે છે. તમને વિશ્વાસ હોય, માત્ર એવા જ લોકો સાથે શેર કરો. જો તમને ખાતરી ન હોય, તો તમારા માતાપિતા અથવા કુટુંબના સભ્યને પૂછો.

વધુ જાણવા માગો છો? અમારી પ્રાઇવસી પૉલિસી વાંચવામાં તમારી સહાય કરવા માટે તમારા માતાપિતાને કહો.

Google પર તમારી પ્રાઇવસી વિશે જાણવા માગો છો?

તમે એકદમ યોગ્ય સ્થાન પર આવ્યા છો! તમે અમારી ઍપ અને સાઇટનો ઉપયોગ કરતા હો, ત્યારે Google માહિતી કેવી રીતે એકત્રિત કરે છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરે છે તે તમે અહીં જાણી શકો છો. તમે એ પણ જાણશો કે તમારા માતાપિતા તમારું Google એકાઉન્ટ અને ડિવાઇસ મેનેજ કરવામાં તમારી સહાય કેવી રીતે કરી શકે છે.

માતાપિતા, 13 વર્ષ કરતાં નાની ઉંમર (અથવા તમારા દેશમાં લાગુ હોય તે ઉંમર)ના બાળકોના Family Link વડે મેનેજ કરવામાં આવતા Google એકાઉન્ટ પર જ આ માહિતી લાગુ થાય છે. વધુ માહિતી માટે, અમારી પ્રાઇવસી નોટિસ અને પ્રાઇવસી પૉલિસી જુઓ.

મારા એકાઉન્ટના નિયંત્રક કોણ છે?

હાલમાં, તમારા માતાપિતા પાસે તમારા Google એકાઉન્ટનું નિયંત્રણ છે. તમે પોતે તમારું એકાઉન્ટ મેનેજ કરી શકો એટલી ઉંમરના થઈ જાઓ, ત્યાં સુધી તેને મેનેજ કરવામાં સહાય માટે તેઓ Family Link નામની ઍપનો ઉપયોગ કરી શકે છે.

તમારા માતાપિતા આ બધી વસ્તુઓ કરી શકે છે:

  • તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરી શકે છે, તમારા એકાઉન્ટનો પાસવર્ડ બદલી શકે છે અથવા તમારું એકાઉન્ટ ડિલીટ કરી શકે છે.
  • તમે ફોન અને ટૅબ્લેટ જેવા તમારા ડિવાઇસનો ક્યારે અને કેટલો ઉપયોગ કરી શકો છો, તેની મર્યાદા સેટ કરી શકે છે.
  • તમારો ફોન અથવા ટૅબ્લેટ ક્યાં છે તે જોઈ શકે છે.
  • તમે ઉપયોગ કરી શકો તેવી ઍપ પસંદ કરી શકે છે.
  • તમે તમારી ઍપનો ઉપયોગ કેટલા લાંબા સમય સુધી કરો છો તે જોઈ શકે છે.
  • Google Search, YouTube અથવા Google Play જેવી Googleની કેટલીક ઍપ અને સાઇટ પરના કન્ટેન્ટ સેટિંગ મેનેજ કરી શકે છે. આ સેટિંગને કારણે તમે જે જુઓ છો તેમાં ફેરફાર થઈ શકે છે.
  • તમારા એકાઉન્ટ માટે YouTube ઇતિહાસ જેવા ઍક્ટિવિટી કન્ટ્રોલને મેનેજ કરી શકે છે, જેમાં તમે પોતે આ નિયંત્રણો મેનેજ ન કરી શકો એ માટે તમને બ્લૉક કરવાનો સમાવેશ થાય છે.
  • તમારા ફોન કે ટૅબ્લેટ પરની ઍપ માટે પરવાનગીઓનો રિવ્યૂ કરી શકે છે, જેમ કે ઍપ તમારા માઇક્રોફોન, કૅમેરા અથવા સંપર્કોનો ઉપયોગ કરી શકે કે નહીં.
  • તમારા એકાઉન્ટ વિશેની માહિતી જોઈ શકે છે, તેમાં ફેરફાર કરી શકે છે અથવા તેને ડિલીટ કરી શકે છે, જેમ કે તમારું નામ, લિંગ અથવા જન્મતારીખ.
  • Google Play જેવી Googleની કેટલીક ઍપ અને સાઇટમાં તમારી ડાઉનલોડ આઇટમ અને ખરીદીઓને મંજૂર કરી શકે છે.

Google મારી માહિતીનો ઉપયોગ કેવી રીતે અને શા માટે કરે છે?

મોટાભાગની સાઇટ તથા ઍપની જેમ, તમારું નામ અને જન્મતારીખ જેવી તમે અથવા તમારા માતાપિતા અમને આપો છો એ માહિતી અમે એકત્રિત કરીએ છીએ અને જ્યારે તમે અમારી ઍપ અને સાઇટનો ઉપયોગ કરતા હો ત્યારે અમે આ માહિતી એકત્રિત કરીએ છીએ. આ માહિતીને સલામત રાખવા માટે અમે સખત મહેનત કરીએ છીએ અને તમારા માટે અમારી પ્રોડક્ટને વધુ ઉપયુક્ત બનાવવા જેવી વસ્તુઓ માટે અમે તેનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે, અમે આ કારણોસર ડેટા એકત્રિત કરીએ છીએ:

  • અમારી ઍપ અને સાઇટને સારી રીતે કામ કરે તેવી બનાવવા: ઉદાહરણ તરીકે, જો તમે Google Search પર "રમતગમત" શોધો છો, તો અમે તમારી માહિતીનો ઉપયોગ તમને રમતગમત વિશેની વસ્તુઓ બતાવવા માટે કરીએ છીએ.
  • અમારી ઍપ અને સાઇટને બહેતર બનાવવા: ઉદાહરણ તરીકે, જો કોઈ સમસ્યા આવે, તો તેનું નિરાકરણ કરવા માટે અમે માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ.
  • Google, અમારા વપરાશકર્તાઓ અને જાહેર જનતાનું રક્ષણ કરવા: અમે લોકોને ઑનલાઇન વધુ સલામત રાખવા માટે માહિતીનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે કપટની ભાળ મેળવવા અને તેને અટકાવવા.
  • નવી ઍપ અને સાઇટ બનાવવા: અમે લોકોની સુવિધા અનુસાર નવી Google પ્રોડક્ટ બનાવી શકીએ એ માટે જરૂરી વિચારો મેળવવા, તેઓ અમારી વર્તમાન ઍપ અને સાઇટનો ઉપયોગ કેવી રીતે કરે છે, તે જાણીએ છીએ.
  • તમારા માટે માહિતીને મનગમતી બનાવવા, જેનો અર્થ થાય છે કે અમારા મતે તમને ગમી શકે એવી વસ્તુઓ બતાવવા. ઉદાહરણ તરીકે, જો તમને YouTube Kids પર પ્રાણીઓના વીડિયો જોવા ગમતા હોય, તો અમે એવા જ અન્ય ઘણા વીડિયો જોવાનો સુઝાવ આપી શકીએ છીએ.
  • તમે જેના પર છો તે સાઇટ જેવી વસ્તુઓના આધારે તમને જાહેરાતો બતાવવા.
  • તમારી સાથે સંદેશવ્યવહાર કરવા: ઉદાહરણ તરીકે, જો સુરક્ષા સંબંધિત કોઈ સમસ્યા હોય, તો તેના વિશે તમને સંદેશ મોકલવા માટે અમે તમારા ઇમેઇલ ઍડ્રેસનો ઉપયોગ કરી શકીએ છીએ. તમે જાણતા ન હો એવી કોઈ વ્યક્તિના સંદેશા ખોલતા પહેલાં હંમેશાં તમારા માતાપિતાને પૂછો.

શું સાચવવું તે હું Googleને કહી શકું કે?

હા, અમે તમારા વિશે સાચવીએ છીએ, એવી કેટલીક વસ્તુઓમાં તમે ફેરફાર કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે ઇચ્છતા ન હો કે અમે Google એકાઉન્ટમાં તમારો YouTube ઇતિહાસ સાચવીએ, તો તમે YouTube ઇતિહાસ બંધ કરી શકો છો. જો તમે ઍક્ટિવિટી કન્ટ્રોલ જેવા તમારા કેટલાક પ્રાઇવસી સેટિંગમાં ફેરફારો કરશો, તો અમે તમારા માતાપિતાને તેની જાણ કરીશું. તેઓ તમારા સેટિંગમાં ફેરફાર કરવામાં પણ સહાય કરી શકે છે.

તમે અને તમારા માતાપિતા હંમેશાં તમારી અને તમારા Google એકાઉન્ટ વિશેની કેટલીક માહિતી જોઈ અને મેનેજ કરી શકો છો.

શું Google મારી વ્યક્તિગત માહિતી ક્યારેય અન્ય લોકો સાથે શેર કરી શકે છે?

અમે કેટલાક કારણોસર તમારું નામ અને ઇમેઇલ ઍડ્રેસ જેવી તમારી વ્યક્તિગત માહિતી Googleની બહાર શેર કરી શકીએ છીએ. જો અમે આ માહિતી શેર કરીએ, તો તે સુરક્ષિત રહે તેની ખાતરી કરવા માટે જરૂરી પગલાં લઈએ છીએ.

અમે કેટલીક વ્યક્તિગત માહિતી શેર કરી શકીએ છીએ:

  • Google પર તમારા માતાપિતા અને ફૅમિલી ગ્રૂપ સાથે
  • અમે કામ કરીએ છીએ તે કંપનીઓ સાથે
  • જ્યારે તમારા માતાપિતા અમને જણાવે કે માહિતી શેર કરવામાં કોઈ વાંધો નથી ત્યારે
  • જ્યારે અમને કાનૂની કારણોસર જરૂરી જણાય ત્યારે

હું ઑનલાઇન જે શેર કરું છું, તે બીજું કોણ જોઈ શકે છે?

ઇમેઇલ અથવા ફોટા જેવી તમે ઑનલાઇન શેર કરો તે કોઈપણ વસ્તુ અનેક લોકો જોઈ શકે છે. એક વાર કોઈ વસ્તુ ઑનલાઇન શેર કરવામાં આવે, પછી તેને કાઢી નાખવી મુશ્કેલ હોઈ શકે છે. તમને વિશ્વાસ હોય, માત્ર એવા જ લોકો સાથે શેર કરો. જો તમને ખાતરી ન હોય, તો તમારા માતાપિતા અથવા કુટુંબના સભ્યને પૂછો.

વધુ જાણવા માગો છો? અમારી પ્રાઇવસી પૉલિસી વાંચવામાં તમારી સહાય કરવા માટે તમારા માતાપિતાને કહો.

Google પર તમારી પ્રાઇવસી વિશે જાણવા માગો છો?

તમે અમારી ઍપ અને સાઇટનો ઉપયોગ કરો, ત્યારે Google માહિતી કેવી રીતે એકત્રિત કરે છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરે છે તે તમે અહીં જાણી શકો છો. તમે એ પણ જાણશો કે તમારા માતાપિતા તમારું Google એકાઉન્ટ અને ડિવાઇસ મેનેજ કરવામાં તમારી સહાય કેવી રીતે કરી શકે છે.

જે બાળકો અને કિશોરો તેમના પોતાના એકાઉન્ટ મેનેજ કરવા માટે ઉંમર સંબંધિત ઓછામાં ઓછી આવશ્યકતા કરતાં નાની ઉંમરના હોય, માત્ર તેમના Family Link વડે મેનેજ કરવામાં આવતા Google એકાઉન્ટ પર જ આ માહિતી લાગુ થાય છે. વધુ માહિતી માટે, અમારી પ્રાઇવસી નોટિસ અને પ્રાઇવસી પૉલિસી જુઓ.

શું મારા માતાપિતા મારું એકાઉન્ટ મેનેજ કરવામાં સહાય કરી શકે છે?

તમારા માતાપિતા તમારા Google એકાઉન્ટના તમામ પાસાં મેનેજ કરવામાં સહાય માટે Family Link નામની ઍપનો ઉપયોગ કરી શકે છે. તમારા ડિવાઇસના આધારે, તેઓ આ બધી વસ્તુઓ કરી શકે છે:

  • તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરી શકે છે, તમારા એકાઉન્ટનો પાસવર્ડ બદલી શકે છે અથવા તમારું એકાઉન્ટ ડિલીટ કરી શકે છે.
  • તમે તમારા ડિવાઇસનો કેટલો અને ક્યારે ઉપયોગ કરી શકો છો, તેની મર્યાદા સેટ કરી શકે છે.
  • તમારા સાઇન ઇન કરેલા અને સક્રિય ડિવાઇસના સ્થાન જોઈ શકે છે.
  • તમારી ઍપ મેનેજ કરી શકે છે અને તમે તેમનો કેટલા સમય સુધી ઉપયોગ કરો છો, તે જોઈ શકે છે.
  • Google Search, YouTube અથવા Google Play જેવી Googleની કેટલીક ઍપ અને સાઇટ પરના કન્ટેન્ટ સેટિંગ મેનેજ કરી શકે છે. આ સેટિંગને કારણે તમે જે જુઓ છો તેમાં ફેરફાર થઈ શકે છે.
  • તમારા એકાઉન્ટ માટે YouTube ઇતિહાસ જેવા ઍક્ટિવિટી કન્ટ્રોલને મેનેજ કરી શકે છે, જેમાં તમે પોતે આ નિયંત્રણો મેનેજ ન કરી શકો એ માટે તમને બ્લૉક કરવાનો સમાવેશ થાય છે.
  • તમારા ડિવાઇસ પરની ઍપ માટે પરવાનગીઓનો રિવ્યૂ કરી શકે છે, જેમ કે ઍપ તમારા માઇક્રોફોન, કૅમેરા અથવા સંપર્કોનો ઉપયોગ કરી શકે કે નહીં.
  • તમારા એકાઉન્ટ વિશેની માહિતી જોઈ શકે છે, તેમાં ફેરફાર કરી શકે છે અથવા તેને ડિલીટ કરી શકે છે, જેમ કે તમારું નામ, લિંગ અથવા જન્મતારીખ.
  • Google Play જેવી Googleની કેટલીક ઍપ અને સાઇટમાં તમારી ડાઉનલોડ આઇટમ અને ખરીદીઓને મંજૂર કરી શકે છે.

Google મારી માહિતી કેવી રીતે એકત્રિત કરે છે અને તેનો ઉપયોગ શા માટે કરે છે?

મોટાભાગની સાઇટ તથા ઍપની જેમ, તમારું નામ અને જન્મતારીખ જેવી તમે અથવા તમારા માતાપિતા અમને આપો છો એ માહિતી અમે એકત્રિત કરીએ છીએ અને જ્યારે તમે અમારી ઍપ અને સાઇટનો ઉપયોગ કરતા હો ત્યારે અમે આ માહિતી એકત્રિત કરીએ છીએ. આ માહિતીને સલામત રાખવા માટે અમે સખત મહેનત કરીએ છીએ અને તમારા માટે અમારી પ્રોડક્ટને વધુ ઉપયુક્ત બનાવવા જેવી વસ્તુઓ માટે અમે તેનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે, અમે આ કારણોસર ડેટા એકત્રિત કરીએ છીએ:

  • Google, અમારા વપરાશકર્તાઓ અને જાહેર જનતાનું રક્ષણ કરવા: અમે લોકોને ઑનલાઇન વધુ સલામત રાખવા માટે ડેટાનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે કપટની ભાળ મેળવવા અને તેને અટકાવવા.
  • અમારી સેવાઓ પ્રદાન કરવા: અમે અમારી સેવાઓ પ્રદાન કરવા માટે ડેટાનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે પરિણામો પરત કરવા તમારા શોધ શબ્દો પર પ્રક્રિયા કરવા.
  • અમારી સેવાઓની જાળવણી કરવા અને તેમને બહેતર બનાવવા: ઉદાહરણ તરીકે, અમારી પ્રોડક્ટ તેમની અપેક્ષા પ્રમાણે કામ કરવાનું ક્યારે બંધ કરી દે છે, તેનો ટ્રૅક અમે રાખી શકીએ છીએ. અને એ સમજવા કે કયા શોધ શબ્દોની સૌથી વધુ વાર ખોટી જોડણી થઈ છે, જે અમને અમારી બધી સેવાઓમાં વપરાતી જોડણી તપાસવાની સુવિધાઓને બહેતર બનાવવામાં સહાય કરે છે.
  • નવી સેવાઓ ડેવલપ કરવા: નવી સેવાઓ ડેવલપ કરવામાં ડેટા અમારી સહાય કરે છે. ઉદાહરણ તરીકે, લોકો Googleની પ્રથમ ફોટો ઍપ, Picasaમાં તેમના ફોટા કેવી રીતે ગોઠવે છે તે સમજવા, જે Google Photosને ડિઝાઇન કરવા અને લૉન્ચ કરવામાં અમારી સહાય કરે છે.
  • કન્ટેન્ટને મનગમતું બનાવવા, જેનો અર્થ થાય છે કે અમારા મતે તમને ગમી શકે એવી વસ્તુઓ બતાવવા. ઉદાહરણ તરીકે, જો તમને YouTube પર રમતગમતના વીડિયો જોવા ગમતા હોય, તો અમે એવા જ અન્ય ઘણા વીડિયો જોવાનો સુઝાવ આપી શકીએ છીએ.
  • તમે જેના પર છો તે સાઇટ, તમે દાખલ કર્યા છે તે શોધ શબ્દો અથવા તમારા શહેર તથા રાજ્ય જેવી માહિતીના આધારે તમને જાહેરાતો બતાવવા.
  • કાર્યપ્રદર્શન માપવા: અમે કાર્યપ્રદર્શન માપવા અને અમારી સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે, તે સમજવા માટે ડેટાનો ઉપયોગ કરીએ છીએ.
  • તમારી સાથે સંદેશવ્યવહાર કરવા: ઉદાહરણ તરીકે, જો અમને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિની ભાળ મળે, તો તેના વિશે તમને નોટિફિકેશન મોકલવા માટે અમે તમારા ઇમેઇલ ઍડ્રેસનો ઉપયોગ કરી શકીએ છીએ.

Google શું સાચવી શકે, તે હું કેવી રીતે નક્કી કરી શકું?

અમે એકત્રિત કરીએ છીએ તે ડેટા અને તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે, તેને તમે તમારા સેટિંગ વડે મર્યાદિત કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે ઇચ્છતા ન હો કે અમે Google એકાઉન્ટમાં તમારો YouTube ઇતિહાસ સાચવીએ, તો તમે YouTube ઇતિહાસ બંધ કરી શકો છો. જો તમે તમારા ઍક્ટિવિટી કન્ટ્રોલમાં ફેરફારો કરશો, તો તમારા માતાપિતાને નોટિફિકેશન આપવામાં આવશે. તમારા પ્રાઇવસી સેટિંગ વિશે વધુ જાણો

તમે હંમેશાં તમારી અને તમારા Google એકાઉન્ટ વિશેની કેટલીક માહિતી જોઈ અને મેનેજ કરી શકો છો.

શું Google મારી વ્યક્તિગત માહિતી ક્યારેય અન્ય લોકો સાથે શેર કરી શકે છે?

અમે તમારી વ્યક્તિગત માહિતી Googleની બહારની કંપનીઓ, સંસ્થાઓ અથવા વ્યક્તિઓ સાથે અમુક કિસ્સાઓના અપવાદ સિવાય શેર કરતા નથી, જેમ કે અમારા માટે જ્યારે કાનૂની રીતે માહિતી શેર કરવી આવશ્યક હોય. જો અમે આ માહિતી શેર કરીએ, તો તે સુરક્ષિત રહે તેની ખાતરી કરવા માટે અમે જરૂરી પગલાં લઈએ છીએ.

અમે અમુક વ્યક્તિગત માહિતી શેર કરી શકીએ છીએ:

  • Google પર ફૅમિલી ગ્રૂપ અને તમારા માતાપિતા સાથે.
  • ​​જ્યારે તમે અને તમારા માતાપિતા અમને પરવાનગી આપો અથવા કાનૂની કારણોસર જરૂરી હોય ત્યારે. જો અમને લાગે કે નીચે જણાવેલી બાબતો માટે વ્યક્તિગત માહિતી આપવી જરૂરી છે તો જ અમે તે Googleની બહાર શેર કરીશું:
  • લાગુ થતા કોઈપણ કાયદા, નિયમન, કાનૂની પ્રક્રિયા અથવા અમલપાત્ર સરકારી વિનંતીનું પાલન કરવા.
  • સંભવિત ઉલ્લંઘનની તપાસ સહિત લાગુ સેવાની શરતોનો અમલ કરવા.
  • છેતરપિંડી, સુરક્ષા અથવા તકનીકી સમસ્યાઓ શોધવા અટકાવવા અને હલ કરવા
  • કાયદા મુજબ આવશ્યક હોય કે પરવાનગી હોય એ અનુસાર Google, અમારા વપરાશકર્તાઓ અથવા જાહેર જનતાના અધિકારો, પ્રોપર્ટી અથવા સલામતીના નુકસાનની સામે સુરક્ષા કરવા.
  • બાહ્ય પ્રક્રિયાઓ કરવા. અમે જે કંપનીઓ સાથે કામ કરીએ છીએ તેમને અમારા દ્વારા આપવામાં આવતી સૂચનાઓના આધારે ડેટા પર પ્રક્રિયા કરવા માટે અમે વ્યક્તિગત માહિતી પ્રદાન કરીએ છીએ. ઉદાહરણ તરીકે, ગ્રાહક સેવા સંબંધિત સહાય માટે અમે બહારની કંપનીઓનો ઉપયોગ કરીએ છીએ અને તેથી વપરાશકર્તાના પ્રશ્નોના જવાબ આપવા માટે કંપની સાથે વ્યક્તિગત માહિતી શેર કરવી જરૂરી હોય છે.

હું ફોટા, ઇમેઇલ અને દસ્તાવેજો જેવી જે વસ્તુઓ શેર કરું છું, શું બીજા કોણ જોઈ શકે છે?

તમે ઉપયોગ કરતા હો તેવી Google ઍપ અને સાઇટમાં અન્ય લોકો સાથે વિશિષ્ટ કન્ટેન્ટ શેર કરવાનું પસંદ કરી શકો છો.

જ્યારે તમે શેર કરો છો, ત્યારે એ વાત ભૂલશો નહીં કે એ કન્ટેન્ટને અન્ય લોકો Google સિવાયની ઍપમાં અને સાઇટ પર પણ ફરીથી શેર કરી શકે છે.

તમે કોઈપણ સમયે તમારા એકાઉન્ટમાંથી પોતાનું કન્ટેન્ટ ડિલીટ કરી શકો છો, પરંતુ આમ કરવાથી તમે પહેલેથી શેર કર્યું હોય એવા કન્ટેન્ટની કૉપિ ડિલીટ કરી શકશો નહીં.

તમે જે શેર કરો છો, તે કન્ટેન્ટ વિશે સાવચેત રહો અને તમારો વિશ્વાસ હોય, માત્ર એવા જ લોકો સાથે શેર કરો.

આવા વિષયો વિશે વધુ જાણવા માટે, તમે હંમેશાં અમારી પ્રાઇવસી પૉલિસી જોઈ શકો છો.