તમારા ડિવાઇસની સુસંગતતા ચેક કરો
બાળકો અને કિશોરો માટે
Family Link વડે નિરીક્ષણની સુવિધા 7.0 (Nougat) અને તે પછીના વર્ઝન પર ચાલતા Android ડિવાઇસમાં કામ કરી શકે છે. Androidના 5.0 અને 6.0 (Lollipop અને Marshmallow) વર્ઝન પર ચાલતા ડિવાઇસમાં પણ કદાચ Family Link સેટિંગ લાગુ કરી શકાશે. વધુ માહિતી માટે, અમારું સહાયતા કેન્દ્ર જુઓ.
માતાપિતા માટે
માતાપિતા 7.0 (Nougat) અને તે પછીના વર્ઝન પર ચાલતા Android ડિવાઇસમાં તથા iOS 16 અને તે પછીના વર્ઝન પર ચાલતા iPhonesમાં Family Link ચલાવી શકે છે.
તમે Androidનું કયું વર્ઝન ચલાવી રહ્યાં છો તે શોધો
1. તમારા Android ડિવાઇસ પર સેટિંગ ઍપ ખોલો.
2. નીચે સુધી સ્ક્રોલ કરો.
3. તમારા વર્ઝનનો નંબર જોવા માટે, 'ફોન વિશે' અથવા 'ટૅબ્લેટ વિશે' પર ટૅપ કરો.
Chromebook પર પણ Family Link ચાલે છે
જ્યારે તમારું બાળક તેના પોતાના એકાઉન્ટથી Chromebookમાં સાઇન ઇન કરે, ત્યારે માહિતગાર રહો. Family Link વડે નિરીક્ષણની સુવિધા Chrome OSનું 71 અને તે પછીનું વર્ઝન ધરાવતી Chromebooks પર કામ કરી શકે છે.
વધુ જાણો